રોયલ પાવર માર્ટ પરિવાર દ્વારા બળબળતા તાપમાં ઠંડી છાશનું વિતરણ
રાજકોટ: શહેરમાં ગરમીનો પ્રકોપ વધી રહ્યો છે. ૪૫ ડીગ્રીએ લોકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે. ત્યારે ધોમધખતા તાપમાં હૈયાને ઠંડક પહોંચાડવાનું કામ સોલાર ક્ષેત્રે કાર્યરત રોયલ પાવર માર્ટ પરિવાર કરી રહ્યું છે. રાજકોટ શહેરના સામા કાંઠા વિસ્તારમાં આવેલ પેડક રોડ વિસ્તારમાં પસાર થતા નાના-મોટા સહુ કોઇ રાહદારીઓને ઠંડી છાશનું વિનામુલ્યે વિતરણ કરી લોકોના હૌયે ટાઢક પહોંચાડાઇ હતી. ઉલ્લેખનીય છે કે, સ્વાથ્યપ્રદ દેશી ઠંડુ પીણું લોકો સુધી પહોંચે તેવા આશય સાથે રોયલ પાવર માર્ટ દ્વારા માસાલાવાળી ઠંડી છાશનું વિતરણ વિનામુલ્યે કરાયું હતું જેનો બહોળી સંખ્યામાં લોકોએ લાભ લીધો હતો.